પંચમહાલના મોડલ તરીકે ગણાતા આદિવાસી વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2018-19માં મંજુર થયેલ રૂપિયા 4.50લાખ રસ્તાના કામ માટે મંજુર થયેલ હતા. ગ્રામ પંચાયતે 40જોબ કાર્ડ ધારાકોના બોગસ નામ હેઠળ રસ્તામાટે માત્ર કાગળના ઘોડા દોડાવી માતબર રકમ ખિસ્સામાં સેરવાઈ ગયેલ છે, તેવી ભારે લોક ચર્ચા છે.
અંત્યંત પછાત ગણાતા છારીયાગામે મનરેગા યોજના હેઠળ હાઈસ્કૂલ થી રાઠવા ફળીયા સુધી અંદાજિત રૂપિયા 4.50 લાખની કિંમતનો રસ્તો બનાવવાની દરખાસ્ત મંજુર તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યો હતૉ પરંતુ આજ સુધી કામગીરી સ્થળ ઉપર હાથ ધરવામાં આવેલ ન હતી.જેનીસ્થાનિક લોકો રોષ ભરાયેલ હતા જેની રજુઆત થતા સ્થળ ઉપર માર્ગ બનેલ છે. અને તેમાં સ્થાનિક 40વ્યક્તિઓએ મનરેગા યોજના હેઠળ કામ આપવામાં આવેલ છે, જે માત્ર કાગળ ઉપર હોય ઉચ્ચ સ્થળે રજુઆત થયેલ છે. તેની તપાસ થશે તો મોટી ખાઈકીઓ હાથમાં આવે તેવી છે.
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી