કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોના વાયરસના કારણે કફોડી બની છે. તેવામાં કોરોના વોરિયર તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસનાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. ત્યાં જ આજે તો શહેરમાં આવેલ ચાંદખેડા પોલીસ મથકમાં PI શહિત 21 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.
કોરોનાના બીજા તબક્કામાં હવે પોલીસ માટે પણ ચિંતાજનક સ્થિતી પેદા થઇ છે. છેલ્લા કેટલેકા દિવસથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. હવે કોરોનાનો આંકડો ઉછાળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચાંદખેડા પોલીસ મથકમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહિં PI સહિત 21 પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પોલીસર્મીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.