નવા કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે, કૃષિ કાનૂન રદ કરવાની પોતાની માંગને લઈને ખેડૂતો કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી, ખેડૂતોની સરકાર ટેકાનો ભાવ કાનૂની બનાવે તેવી માંગ છે અને સરકાર સાથે વાતચીતમાં ટેકાનો ભાવ વાટાઘાટનું કેન્દ્ર બની શકે છે, દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકેતે એવો હુંકાર કર્યો છે કે જો સરકાર અમારી માંગ નહીં માને તો ખેડૂતો દિલ્હીમાં પ્રજાસતાક દિને સમાંતર પરેડ કાઢશે.
ખેડૂતોના આ આંદોલન દરમિયાન વાટાઘાટો પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ અમીત શાહને મળ્યા હતા, તેમણે મુલાકાત બાદ જણાવ્યું હતું. કિસાનોની માંગણી મામલે હલ થવો જોઈએ. બાકી મારા હાથમાં કંઈ નથી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હીમાં નવા કૃષિ કાનૂન વિરુદ્ધ ખેડૂતો આરપારની લડાઈ લડી રહ્યા છે અને પોતાની માંગને લઈને આરપારની લડાઈ લડવા તૈયાર છે અને ઝુકવા નથી માંગતા. દરમિયાન ખેડૂતોના સમૂહના કારણે દિલ્હી એનસીઆરમાં આવન-જાવનની પુરી વ્યવસ્થા હચમચી ગઈ છે. ખેડૂતોને દિલ્હી આવતા રોકવા પોલીસે રસ્તાઓ પર બેરીકેડ કરી સુરક્ષા વધારી છે.
દરમિયાન નવા કૃષિ કાનન મામલે સરકાર સાથે વાતચીત કરવા વિજ્ઞાન ભવન પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેટ કિસાન કાનૂન રદ કરાવવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે આજે વાત બનશે. બધા જ કામ થશે. આજે કાયદાની વાપસી થશે અને ખેડૂત પણ ઘેર જશે.
રાકેશ ટિકિટે હુંકાર કર્યો હતો કે અમને આશા છે કે સકાર સાથે અમારી ચર્ચા સાર્થક રહેશે. જો અમારી માંગ ન પુરી થઈ તો ખેડૂતો દિલ્હીમાં પ્રજાસતાક દિને સમાંતર પરેડ કરી તેમાં ભાગ લેશે.
દરમિયાન પુર્વ સાંસદ ઉદીત રાજ પણ ખેડુતોને સમર્થન આપવા યુપી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો એમએસપીનો લાભ મળતો હોય તો ખેડૂતો દિલ્હીને ચારે બાજુથી શા માટે ઘેરે? આ સરકારની નિષ્ફળતા છે.દરમિયાન સરકાર ટેકાના ભાવ કાનૂની બનાવે તેવી ખેડૂતોની માંગ છે અને ટેકાનો ભાવ વાટાઘાટનું કેન્દ્ર બને તેવું લાગે છે.