સંજેલી તાલુકામાં રેસ્ક્યુ ટીમ દ્વારા સંજેલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં ઘર અને રહેણાંક વિસ્તાર વાળી જગ્યાઓમાં નીકળતા જનાવરોને પકડી પાડી જંગલમાં છોડવામાં આવી રહ્યાં છે.પરંતુ આ રેસ્ક્યુ ટીમ પાસે પૂરતી સાધન સામગ્રી ન હોવા છતાં પણ પોતે જીવના જોખમે લોકોના જીવ બચાવવા માટે ઝડપી પાડવામાં આવતા આશ્ચર્ય સર્જાયુ છે.રેસ્ક્યુ ટીમને તંત્ર તરફથી પૂરતી સાધન સામગ્રી અને કીટ આપવામાં આવે તેવી રેસ્ક્યુ ટીમની તેમજ સ્થાનિક લોકોને માંગ ઉઠવા પામી છે.

સંજેલી તાલુકા આસપાસમાં મોટા ભાગે ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર હોવાથી સંજેલી નગર સહિત આસપાસના ગામોમાં રહેણાંક દુકાન મકાનોમાં કોબ્રા નાગ ચિત્રોડિયા સાપ ધામણ સાપ વગેરે જનાવરો ડંખ મારવાથી નાના મોટા બનાવો પણ બન્યા છે.છેલ્લા એક વર્ષથી સંજેલી સંજેલી ખાતે વન વિભાગની ટીમ તેમજ બાબા ઉર્ફે ઝુલ્ફીકારબેગ મિર્ઝા ની ટીમ સક્રિય બની છે.પૂરતો સામાન ન હોવા છતાં પણ પોતાના જીવનો જોખમે આવા વિસ્તારમાં નિકળતા જનાવરોને ઝડપી પાડવામાં આવી રહ્યાં છે.અને ઝડપાયેલા જનાવરોને નેનકી ખાતે આવેલા જંગલમાં છોડી મૂકવામાં આવે છે.સોમવારના રોજ નાની સંજેલી રોડ પરથી લગભગ દસ ફૂટ લાંબો ચિત્રરોડીયા સાપ રહેણાક મકાનમાંથી ઝડપી પાડ્યો હતો.મંગળવારના રોજ પણ આઠ ફૂટ લાંબો ધામણ સાપ બાયપાસ રોડ પર ખેડૂતના મકાનમાંથી ઝડપી પાડયો હતો.ઝડપાયેલા જનાવરોને જંગલમાં લઈ જવા માટે પાંજર ન હોવાથી હાલ તો રેસ્ક્યુ ટીમ દ્વારા અનાજના થેલા નો ઉપયોગ કરવામાં આવે છે.તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા પણ પોતાના જીવના જોખમે લોકોને નિ શુલ્ક સેવા આપી રહ્યાં છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રેસ્ક્યુ ટીમને પૂરતી સાધન સામગ્રી તેમજ એન્ટીબાયોટિક જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે..
