સંજેલી તાલુકામાં જાહેર શૌચાલયને ખંભાતી તાળા મરાતા ખુલ્લામાં શૌચક્રિયા કરવા પ્રજા મજબૂર.

             

પ્રતિનિધિ સંજેલી મહેન્દ્ર ચારેલ

સંજેલી તાલુકામાં જાહેર શૌચાલયને ખંભાતી તાળા મરાતા ખુલ્લામાં શૌચક્રિયા કરવા પ્રજા મજબૂર.

સંજેલી તાલુકા મથકે એક માત્ર શૌચાલય હોવા છતાં પણ પંચાયત વહીવટ કરવામાં નિષ્ફળ..

દસ દિવસ અગાઉ સ્થાનિક લોકોએ શૌચાલયનું તાળું તોડી નાખ્યુંહતુ પંચાયતે ફરી ખંભાતી તાળું માર્યું.

સંજેલી તાલુકા મથકે એકમાત્ર જાહેર શૌચાલય હોવા છતાં પણ પંચાયતના અણઘડ વહીવટને કારણે પ્રજા ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની છે.માંડ માંડ બે વર્ષે પૂર્ણ કરેલું શૌચાલયને ફરી ખંભાતી તાળાં મારતા પંચાયતની બેદરકારી સામે આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘરેઘરે ગામે ગામ શૌચાલય જાહેરમાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.પરંતુ સંજેલી તાલુકા મથકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.જાણે પંચાયતનો કોઇ રણીધણી ન હોય તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ભણાવેલું લાખો રૃપિયાનું શૌચાલય નું કામ લગભગ બે વર્ષે પૂર્ણ કર્યા બાદ શરુ કરવામાં આવ્યુ હતુ જે માંડ માંડ એક મહિનો જેટલો સમય ખુલ્લું રાખી ફરી આ શૌચાલયને ખંભાતી તાળા મારી દેતા પ્રજામાં ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની છે.સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ શૌચાલય ખુલ્લું ન કરાતા શૌચાલયની બહાર જ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતા આસપાસના લોકોને ભારે ગંદકી વેઠવી પડી રહી છે.તેમજ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે.આ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત લાખો રૃપિયાના ખર્ચે બનાવેલું શોભાના ગાંઠિયા સમાન બનાવેલું જાહેર શૌચાલય ને કેમ ખંભાતી તાળાં મારી રાખવામાં આવે છે તે એક પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.થોડા દિવસ અગાઉ પણ આ જાહેર શૌચાલયને પંચાયત દ્વારા મારેલું તાળું પણ સ્થાનિક લોકો દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું જે બાદ ફરી પંચાયતે ખંભાતી તાળુ મારી મૂક્યું છે.ત્યારે આ પંચાયતના અણગઢ વહીવટ સામે તાલુકા કે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે.

બોક્સ….સંજેલી તાલુકા મથકે સંતરામપુર રોડ પર જાહેર શૌચાલય માત્ર એક હોવા છતાં પણ તાળું મારી રખાતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી અમારી માતા બહેનો તેમજ ભાઈઓ ને શોચક્રીયા કરવા માટે હેરાન પરેશાન થવું પડતું હતું અને ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બનતા સ્થાનિકો દ્વારા આ જાહેર શૌચાલયનું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હતું.જે બાદ ફરી પંચાયત દ્વારા આ શૌચાલયને ખંભાતી તાળું મારી દેવામાં આવ્યું છે હાલ પ્રજા ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની છે.
…સ્થાનિક દુકાનદારો…

જવાબ …..સંજેલી સંતરામપુર રોડ પર પંચાયત દ્વારા બનાવેલ જાહેર શૌચાલય ને તાળું મારી બંધ રખાતા આસપાસના વેપારધંધો કરવા આવતા લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતા હોવાથી આસપાસ બહુ દુર્ગંધ આવે છે તેમ જ નાનામોટા જીવાતોને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ શૌચાલયને ખુલ્લું કરવામાં આવે તેમજ અન્ય શૌચાલયો ભણાવવામાં આવે જેથી મોદી સાહેબ ની શૌચાલયની યોજના સફળતાપૂર્વક લોકોને મળતી રહે.
સ્થાનિક દુકાનદાર વિક્કી બાપુ

mahendracharel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સંજેલી તાલુકાના જુસ્સા થી જસુણી તરફ લઈ જવાતા ટાટા એસી ને સરપંચના સસરાએ ઝડપી પાડ્યો.

Sat Dec 5 , 2020
Post Views: 9 પ્રતિનિધિ સંજેલી                  પ્રધાનમંત્રી યોજના હેઠળગરીબો માટે નું રાશન બારોબાર ચાઉ.જુસ્સા સસ્તા અનાજની દુકાનમાંથી લઇ જવાતો ધઉં ચોખા ચણા નો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો.સંજેલી તાલુકાના જુસ્સા થી જસુણી તરફ લઈ જવાતા ટાટા એસી ને સરપંચના સસરાએ ઝડપી પાડ્યો.પ્રતિનિધિ સંજેલી ૫ […]

Breaking News