Sun. Feb 28th, 2021
             

જનતા ન્યુઝ 360, પ્રતિનિધિ સંજેલી મહેન્દ્ર ચારેલ 

પ્રધાનમંત્રી યોજના હેઠળગરીબો માટે નું રાશન બારોબાર ચાઉ.

જુસ્સા સસ્તા અનાજની દુકાનમાંથી લઇ જવાતો ધઉં ચોખા ચણા નો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો.

સંજેલી તાલુકાના જુસ્સા થી જસુણી તરફ લઈ જવાતા ટાટા એસી ને સરપંચના સસરાએ ઝડપી પાડ્યો.

જુસ્સા જસુણી માર્ગ પર શુક્રવારના રાત્રીના સમયે જુસ્સા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન માંથી ચણા ચોખા તેલ સહિતનો જથ્થો ગેરકાયદેસર સગેવગે થતો હોવાથી ટાટા એસી ઝડપી પાડી સરપંચના સસરા એ પુરવઠા ખાતાને જાણ કરતા.સ્થળ પર દોડી આવી હતી. પુરવઠા ખાતાએ ૨૨ હજાર ઉપરાંતનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંજેલી તાલુકા સહિત જુસ્સા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ ગરીબોને મફતમાં ચણાનો જથ્થો આપવા માટે ફાળવવામાં આવ્યો હતો. પરંતુ સંચાલક દ્વારા ગરીબોને આપવાને બદલે બારોબાર સગેવગે કરતા ચણા ચોખા ખાંડ તેલ સહિતનો જથ્થો જુસ્સાથી જસુણી તરફ ટાટા એસી જીજે ૨૦ યુ ૪૮૭૭ માં લઇ જવામાં આવતો હતો તે દરમિયાન સરપંચના સસરાને જાણ થતા વાહનને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુરવઠા મામલતદારને જાણ કરી સ્થળ પર જ બોલાવી સોંપી દેવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ સ્થળ પર દોડી આવી ઝડપાયેલા જથ્થાનો કબજો મેળવી કુલ ૨૨૧૫૦ રુપિયાનો ગેરકાયદેસર સગેવગે થતો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુસ્સા સંચાલક દ્વારા ચણા સહિતનો જથ્થો ગેરકાયદેસર સગેવગે થતો હોવાથી સરપંચના સસરા ભાવસીંગભાઇ જાણ કરતા સ્થળ પર દોડી જઈ ઝડપી પાડેલા વાહનમાં તપાસ હાથ ધરતાં ૯ કટ્ટા ચણા. ૪૦ કિલો ચોખા. ૨૦ કિલો તેલ. ૨૦ કીલો ખાંડનો મળી કુલ ૨૨૧૫૦ રુપિયાનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુસ્સા ખાતે આવેલા દુકાન સંચાલક દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી પુરતો અનાજનો જથ્થો આપવામાં આવતો નથી તેમજ ચણાનો જથ્થો હજી સુધી કોઈને પણ આપવામાં આવ્યો નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતા ધ્યાને ન લેતા ગરીબોને આપવા માટેનો ચણાનો જથ્થો બારોબાર સગેવગે કરતા હોવાથી વાહન સાથે ઝડપી પાડી પુરવઠા મામલતદારને સોંપી દેવામાં આવ્યો છે, 

દુકાન સંચાલક દ્વારા અગાઉ પણ જથ્થો સગેવગે કરતા ઝડપાઈ ગયો હતો લગભગ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ચાર વર્ષ બાદ વર્ષ ૨૦૧૯માં દુકાનનો પરવાનો આપવામાં આવ્યો હતો. ત્યારે જાણે દુકાન સંચાલકને જથ્થો સગેવગે કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ ગરીબોને મફતમાં આપવાનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *