Sat. Mar 6th, 2021
             

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 10 દિવસ વીતી ગયા છે. આ સિૃથતિ વચ્ચે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનો શનિવારે પાંચમો કાઉન્ડ હતો.જોકે અગાઉની જેમ આ વખતની વાતચીત પણ નિષ્ફળ રહી છે અને સરકારે ખેડૂતો પાસે વધુ સમય માગ્યો છે. સાથે જ આગામી બેઠક હવે નવમી ડિસેમ્બરે યોજવા સરકારે ખેડૂતોને કહ્યું છે. ખેડૂતોની એક જ માગણી છે કે ગમે તેમ કરીને આ કાયદાઓને રદ કરવામાં આવે જ્યારે સરકાર વચ્ચેનો રસ્તો કાઢવા માગે છે.

ખેડૂતો મક્કમ બનીને પાંચમાં રાઉન્ડની બેઠકમાં ગયા હતા, બેઠકમાં ખેડૂતોએ કોઇ જ ચર્ચા નહોતી કરી અને મૌન ધારણ કરીને સરકાર પાસેથી માત્ર એક જ જવાબ માગ્યો હતો. કાયદા રદ કરો છો તો હા અને ન કરતા હોય તો ના. તે સિવાય બીજી કોઇ જ વાત આગળ નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. સાથે એવી પણ ધમકી આપી હતી કે જો સરકાર આ કાયદાઓને રદ કરવા માગતી જ ન હોય તો બેઠકમાંથી વોકઆઉટ કરી જઇશું.

ખેડૂત સંગઠનોના આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે બપોરે 2.30 કલાકે બેઠક શરૂ થઇ હતી, સરકાર વતી રેલવે તેમજ કોમર્સ એન્ડ ફૂડ મંત્રી પિયુષ ગોયલ, કોમર્સના રાજ્યકક્ષાના પ્રધાન સોમ પ્રકાશ જોડાયા હતા. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથસિંહે વડા પ્રધાનની સાથે બેઠક યોજી સમગ્ર મામલા પર ચર્ચા કરી હતી.

જે બાદ બપોરે ખેડૂતોની સાથે બેઠક યોજાઇ જેમાં સરકારે વધુ સમય આપવાની માગણી કરી હતી. જ્યારે ખેડૂતોની સાથે બેઠક ચાલી રહી હતી ત્યારે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત નેતાઓને કહ્યું હતું કે આંદોલનમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે જેમને ધરણા સૃથળે ઠંડીમાં બેસાડી રાખવા યોગ્ય નથી અને તેમને ઘરે પરત મોકલવા જોઇએ.બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય કૃષિ પ્રધાન તોમરે કહ્યું હતું કે અમે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ટેકાના ભાવને કોઇ જ અસર નહીં થવા દઇએ, સાથે જે એપીએમસી માર્કેટ છે તેને પણ કોઇ જ નહીં હટાવી શકે.

બીજી તરફ ખેડૂતોએ જાહેરાત કરી દીધી છે કે સરકાર સાથેની આ બેઠક નિષ્ફળ રહી છે અને કૃષિ કાયદાઓને રદ કરવા કે પરત લેવાની અમારી માગણીઓ પર ધ્યાન નથી અપાયું તેથી આઠમી તારીખે ભારત બંધ પાળવામાં જ આવશે.ખેડૂતોની સાથે ટ્રાન્સપોર્ટર્સ પણ આઠમીએ ઉત્તર ભારતમાં ટ્રકોને બંધ રાખીને સપ્લાય પૂર્વઠો ઠપ કરી ખેડૂતોને સમર્થન આપશે તેથી આઠમી તારીખે ભારત બંધની ઉત્ત ભારતમાં વ્યાપક અસર જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *