/ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અભિનેત્રીનું કોરોના વાયરસના કારણે નિધન, ટીવી જગતમાં શોક

             

છેલ્લા કેટલાક દિવસથી વેન્ટીલેટર પર જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલ અભિનેત્રી દિવ્યા ભટનાગરનું નિધન થયું. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં તેમણે ગુલાબોનું પાત્ર ભજવ્યું હતું અને કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ગોરેગાંવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દિવ્યાની હાલત ઘણા સમયથી ગંભીર હતી અને ઓક્સીજન લેવલ પણ ઓછો થઇ ગયેલ હતો જેના કારણે વેન્ટીલેટર રાખવામાં આવેલ હતી. દિવ્યાએ ઘણા દિવસ સુધી મોત સામે જંગ લડી પરંતુ સોમવારે સવારે દિવ્યા આ જંગ હારી ગઈ અને દુનિયાને અલવિદા કહ્યું.
અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને દિવ્યાની મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કોઈ સાથે ન હતું ત્યારે તું સાથે હતી. મને ખબર છે કે જિંદગીએ તારા પર ખૂબ અત્યાચાર કર્યા છે અને તું દર્દમાં હતી પણ હવે તું સારી જગ્યાએ છે જ્યાં દુઃખ દર્દ જેવું કશું જ હોતું નથી. ભગવાન તારી આત્માને શાંતિ આપે અને તું ખૂબ જલ્દી જતી રહી…

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંબાજી રબારી વાસ માં કરિયાણા ની બંધ દુકાન માં રાત્રે તસ્કરો ત્રાટક્યા...

Mon Dec 7 , 2020
Post Views: 11               અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી અંબાજી ખાતે ચોરી ની ઘટના… અંબાજી માં તસ્કરો બનાયા સક્રિય….. અંબાજી રબારી વાસ માં કરિયાણા ની બંધ દુકાન માં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા…. બંધ દુકાન નું લોક તોડી ચોરી ને આપ્યો અંજામ…. રોડ પર આવેલી દુકાન માં […]

Breaking News