Sun. Feb 28th, 2021
             

રાજકોટ: મંગળવારે ભારત બંધના એલાન સંદર્ભે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કડક બન્દોબસ્ત ગોઠવ્યો છે. સવારના 7 વાગ્યાથી શહેરમાં પોલીસ ગોઠવાઈ જશે. 2 DCP , 6 ACP , PI , PSI ઉપરાંત 2000 જેટલા પોલીસ જવાનો અને 4 SRP કંપની બંદોબસ્તમાં જોડાશે. કોઇ પણ લોકો જબરદસ્તીથી બંધ કરાવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 4 થી વધુ લોકો એકત્રિત થશે તો તેમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય માર્ગો તમામ ચેકપોસ્ટ પર સતત ચેકીંગ, પેટ્રોલિંગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *