Thu. Mar 4th, 2021
             

જનતા ન્યુઝ 360, અમદાવાદ

અમદાવાદમાં અખબારનગર અન્ડર બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત જોવા મળ્યો છે. જેમાં BRTS બસ બ્રિજના પીલર સાથે ધડાકાભેર અથડાયેલી જોવા મળી.

આ અકસ્માતમાં BRTS બસના બે ભાગ થઇ ગયા છે. જો કે આ વિચિત્ર અકસ્માતમાં ડ્રાઇવર અને મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં BRTS બસ અકસ્માત માટે કુખ્યાત છે. BRTS બસના ડ્રાઇવરો બેફામ ચલાવતા જોવા મળતા હોય છે. ત્યારે આજે શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસે આખી બસ પિલરમાં ઘુસી જતા બે ફાડિયા થઇ ગયેલા જોવા મળી.

જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર બપોરના સમયે BRTS બસ અખબારનગર અંડર પાસ પાસેથીથી પસાર થઇ રહી હતી ત્યારે ટૂ વ્હીલરના બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *