અમદાવાદ: હાલમાં કોરોના મહામારી (Coronavirus) વચ્ચે માસ્ક (Mask) એક માત્ર વેકસીન (vaccine) હોવાનું સરકાર અવારનવાર જણાવી રહી છે. કોરોના સામે માસ્ક અને સેનિતાઈઝર જ રક્ષણ આપે છે. જેને પગલે પોલીસ (Police) દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક પહેરવું જણાવવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે અને આ વિડીયો ઘુમા ગામ નો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી છે. આ પોલીસ કર્મી માસ્ક મોઢાની નીચે ગળા આગળ લગાવીને ફરી રહ્યો હતો. તે સમયે એક યુવક આવીને તેમને માસ્ક મોં પર રાખવાનું કહે છે. જેને લઇને આ પોલીસ કર્મી આવેશમાં આવી જાય છે અને તેની સામે પોતાનો આક્રોશ ઠાલવે છે. જો કે જે યુવકે વિડીયો ઉતાર્યો છે તે ક્યાંક ને ક્યાંક એક હજાર દંડ ભરવાનો ભોગ બન્યો હોય તેવુ વિડીયો પરથી લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં હાલ એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. જે વિડીયો ઘુમા ગામ નો હોવાની ચર્ચા ચાલી છે. જ્યાં પોલીસ કર્મી માસ્ક વગર જાહેરમાં ઉભા હતા તે સમયે એક વ્યક્તિએ તેમનો વિડીયો ઉતારી તમે માસ્ક કેમ નથી પહેરતા એમ કહેતા પોલીસકર્મી ગુસ્સે ભરાયા હતા. અને તું અહીંથી જતો રહે ખોટી મગજમારી ના કર એવા શબ્દો દ્વારા ધકાવવાના પોલીસકર્મી દ્વારા પ્રયાસ કરાયા હતા.
આમ તો સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો તેની પાસેથી પોલીસ એક હજાર રૂપિયા વસૂલી મેમો ફાડે છે. ત્યારે જો આ વીડિયો હકિકત દર્શાવતો હોય તો આ પોલીસ કર્મી પાસેથી પણ દંડ વસુલવો જોઈએ તેવી વાત સોશિયલ મીડિયામાં ચાલી છે. જોકે આ પોલીસ કર્મી ને જ્યારે માસ્ક પહેરવા બાબતે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી તારે જે કરવું હોય એ કરી લે તે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
બાદમાં આ પોલીસ કર્મી ને જ્યારે વિડીયો ઉતારનાર યુવક દંડ બાબતે કહે છે ત્યારે તેઓ સામે કહે છે કે તમારા જેવા પાસે તો મેમો લઈ લેવાના હોય અને છોડવાના ના હોય. પોલીસ કર્મી વીડિયોમાં પોતાનું નામ અબ્દુલ મજીદ અહેમદ મિયા જણાવે છે. વીડિયોમાં યુવક પૂછે છે કે તમે માસ્ક પહેરો નહીં તો તમારો મેમો ના ફાટે? જે જવાબમાં પોલીસ કર્મી કહે છે કે મેમો તો ફાટે જ ને.
જો કે બાદમાં યુવકને તું ક્યાંથી આવ્યો છે મગજમારી ના કરતો હાલ બંધનું એલાન છે અને બંદોબસ્ત ચાલે છે તેમ કહી યુવકને પોલીસ કર્મીએ ખખડાવ્યો હતો. એટલું જ નહીં પોલીસ કર્મી તો એવું પણ કહે છે કે બંધ નું એલાન સરકારનું નથી કોંગ્રેસ સરકારે એલાન આપ્યું છે. આ પ્રકારની દલીલો કરનાર યુવકને રવાના થઈ જવાનું કહી પોલીસકર્મીએ ઉન્ધો પાડી દેવાની પણ ધમકી આપી હતી. જોકે અવારનવાર આ વીડિયોમાં પોલીસ કર્મી માસ્ક પોતાના મો ઉપર જ રાખે છે પરંતુ નાક ઉપર ન રાખતા આ યુવક અવારનવાર તેની સાથે દલીલ કરે છે અને તેઓને વિડિયો ચાલુ છે તેવું પણ જણાવે છે. જોકે પોલીસ કર્મી જણાવે છે કે જ્યાં મોકલવો હોય ત્યાં આ વિડીયો મોકલી દે. જો કે આ બાબતને લઈને હવે જે પોલીસ કર્મી છે તેની સામે કોઇ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે.