Sat. Mar 6th, 2021
             

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાંચપીપળા નજીક કન્ટેનરે બાઇક ચાલક દંપત્તિને અડફેટે લેતા પત્નીનું ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને ગંભીર હાલતે તળાજાની રેફરલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા.

ઘોઘા તાલુકાના તણસા ગામે રહેતા મનોજભાઈ છગનભાઈ તેના પત્ની કીરણબેનને સાથે લઈ બાઈક લઈને તળાજા જઈ રહ્યા હતા ત્યારે પાંચપીપળા ગામ નજીક સામેથી આવી રહેલા મહાકાય કન્ટેનરના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક દંપત્તિ રસ્તા પર ફંગોળાઈને પટકાયા હતા બન્નેને ગંભીર ઈજા થતા કિરણબેનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે મનોજભાઈને ગંભીર ઈજા થતા તેમને તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવની જાણ થતા તણસા, રાજપરા સહિત ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને અકસ્માતના બનાવથી થયેલા ટ્રાફીકને ખુલ્લો કરાયો હતો. આ બનાવ અંગે કન્ટેનર ચાલક સામે ગુનોનોંધી તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *