સુરત :સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતમાં આવેલા ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધાનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. સમય બદલાયો છે, તેની સાથે પરંપરા પણ બદલાઈ છે. પરિસ્થિતિ મુજબ હવે મહિલાઓ સર્વોપરી બની રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં મહિલાઓએ અન્ય એક વૃદ્ધાની અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. આ ઘરડા ઘરના વૃદ્ધાનું નિધન થતા મંડળની બહેનોએ કાંધ આપીને 74 વર્ષીય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.