કોલિંગ ઇન્ફોર્મેશન એપ Truecaller તમને કોલ કરતા લોકોની માહિતી પુરી પાડે છે. એપ હવે એક એવા ફીચર પર કામ કરી રહી છે જેમાં કંપનીઓ ગ્રાહકોને તે જણાવી શકશે કે તેમને કોલ કેમ કરવામાં આવી રહયો છે.સ્ટોકહોમની આ કંપનીના ફાઉન્ડર એલન મમેદીએ જણાવ્યું હતું કે આ એક પ્રોડક્ટ બની ચુકી છે અને કંપની આગામી વર્ષે મોટાપાયે તેને લોન્ચ કરશે.
આ સોલ્યુશન બેન્ક,કેબ એગ્રિગેટર્સ,ડિલિવરી ફર્મ્સ જેવી કસ્ટમર ફેસિંગ કંપનીઓ માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે. આ કંપનીઓને પડકારોનો સામનો કરવો પડી રહયો છે. ઘણી વખત ગ્રાહકો તેમના મહત્વના કોલ ઉઠાવતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે અજાણ્યો નંબર જોઈને કસ્ટમર કોલ રિસીવ કરતા નથી.
મમેદીએ જણાવ્યું હતું કે કંપની પોતાના પ્રાયોરિટી કસ્ટમર્સની સાથે આ વિચાર શેર કરી ચુકી છે. તેઓએ કહ્યું હતું કે અમારો એક પ્રાથમિકતા પ્રોગ્રામ છે જેમાં અમે તમામ કંપની અને તેમના ફોન નંબર્સ વેરીફાઈ કરીયે છીએ.તેમાં ઉબર,ઓલા અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ સામેલ છે. આ માટે જ્યારે તમને કોલ કરશે તો તમને માહિતી મળી જશે કે તે ટ્રુકોલરથી વેરિફાઇડ છે. હવે તેમાં કોન્ટેક પણ જોડાઈ જશે જે મહત્વનું પગલું છે.