અમદાવાદ શહેરમાં વધુ એક બીઆરટીએસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો છે પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સામે આવી નથી.સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના આંબેડકર બ્રિજ ઉતરીને ચંદ્ર નગર તરફ જતા બીઆરટીએસ બસ તેના કોરિડોરમાં દાખલ થઇ હતી. બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પાછળથી આવતા ટેમ્પો સાથે બસ નો અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ બસ બે રેલિંગ સાથે અથડાઈ હતી જ્યારે બીજી તરફ પોલીસને ઘટનાની જાણ થતાની સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.