Tue. Mar 9th, 2021
             

તાપી જિલ્લાના નાયબ બાગાયત અધિકારી ની કચેરી માં ફરજ બજાવતા બાગાયત અધિકરારી ખેડૂત ને ખેતરમાં પેકિંગ હાઉસની સબસીડી મંજુર કરવામાં મદદ કરી છે માટે ખેડૂત પાસે 40 હજાર ની લાંચ માગી હતી જે તેમના ફોલ્ડર ના મારફતે લેતા ઝડપાય જતા ભારે ચકચાર મચી ગઇ છે
આ અંગે મળતી માહિત અનુસાર તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી માં એક ખેડૂત ના પિતા તથા મિત્રએ પોતાના ખેતરમાં પેકીંગ હાઉસ બનાવવા માટે અરજી કરેલ જે પેકીંગ હાઉસ બનાવવા માટે જે ખર્ચ થાય તેના 5૦ ટકા રકમની સરકારશ્રી સબસીડી આપે છે. જેમાં ખેડૂત પિતાના નામે 2 લાખ તેમજ તેમના મિત્રના નામે 2 લાખ ની સબસીડી મંજુર થયેલ જે મંજુર કરાવી આપવામાં પોતે મદદ કરેલ છે તેમ જણાવી નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી માં ફરજ બજાવતા બાગાયત અધિકારી પરિક્ષિતભાઇ પ્રકાશભાઇ ચૌધરીએ (વર્ગ- 2) નાએ બન્ને પાસેથી મળી કુલ 50 હજાર ની લાંચની માંગણી કરેલ, રકઝક બાદ પરિક્ષિતભાઇ પ્રકાશભાઇ ચૌધરીનાઓએ બન્ને પાસેથી કુલ 40 હજાર ની લાંચની રકમની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન પરિક્ષિતભાઇ પ્રકાશભાઇ ચૌધરીનાઓએ ફરીયાદી સાથે વાત કરી હતી અને લાચ ની રકમ વ્યારા ખાતે આવેલ ખેતેશ્ર્વર હોટલમાં, વિરપુર રેલ્વે ક્રોસીંગ પાસે ખાનગી ફોલ્ડર નરેન્દ્ર ઉર્ફે નન્દુ ભીલાભાઇ ગામીત ને આપવાનું જણાવ્યુ હતું જે રકમ સ્વીકારતા રંગે હાથે એસીબી ની ટીમે પકડી લીધા હતા ત્યાર બાદ એસીબી એ બાગાયત અધિકારી ની પણ ધરપકડ કરી હતી
તસવીર સાથે અહેવાલ મોહમ્મદ એજાજ શેખં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *