મુંબઈ : જાણીતા કોરિયોગ્રાફર રેમો ડીસુઝાને શુક્રવારે બપોરે લગભગ 2.30 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાઈ હોવાનું જાણવા મળેલ છે. રેમોએ હાલ આઈસીયુમાં ખસેડાયો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે

જાણીતા કોરિયોગ્રાફર અને ABCD જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે એટેલે કે આજે બપોરે 2:30 વાગ્યાના સુમારે હાર્ટ અટેક આવ્યો છે. તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જોયગ્રાફી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા.
