Sun. Feb 28th, 2021
             

સુરત શહેરમાં કોલેજની યુવતી સાથે કઈક અજગતું થયા હોવાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. આ મામલે ડીસીપીએ ખુલાસો કર્યો છે કે, લિંબાયતની યુવતી ઘરેથી નીકળ્યા બાદ પોતે ઘરે પરત જવા માંગતી ન હતી. ઉપરાંત તે આત્મહત્યા કરવા માટે ઘરેથી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારના ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન યુવતી પાર્લે પોઈન્ટ ખાતે આવેલ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપાર્ટમેન્ટના પાછળના ભાગે ગત બુધવારની મોડી રાત્રે બેભાન હાલતમાં મળી આવી હતી, ત્યારે ઉમરા પોલીસે દુષ્કર્મ અને હત્યાની કોશિશ થઈ હોવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ગત શુક્રવારની રાત્રિના સમયે યુવતી જ્યારે ભાનમાં આવી, ત્યારે તેણીએ પોલીસને કહ્યું હતું કે, મારી સાથે દુષ્કર્મ થયું નથી અને જિંદગીથી કંટાળી બિલ્ડીંગ પરથી ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

સમગ્ર મામલે ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, યુવતી સાથે કંઈ અજુગતું થયુ નથી. સૌપ્રથમ યુવતીએ ઘરેથી નીકળી નવાં કપડાં ખરીદ્યા હતા. ત્યાર બાદ ડુમસ ફરીને આપઘાત કરવા માટે ઉંદર મારવાની દવા પીધી હતી, પણ વોમિટ થતાં દવા શરીરમાંથી બહાર નીકળી આવી હતી. ત્યાર બાદ એપાર્ટમેન્ટ પરથી કૂદકો મારવાનું વિચાર્યું હતું પરંતુ અમુક એપાર્ટમેન્ટ બહાર વોચમેન હોવાથી તે ત્યાં સુધી પહોચી શકી ન હતી. અંતે ગોકુલધામ એપાર્ટમેન્ટમાં વોચમેન ન હોવાથી ટેરેસ પર ગઈ હતી, જ્યાંથી પિતાને મેસેજ કરી આઈ લવ યુ મોમ એન્ડ ડેડ… કહી ફોન તોડી નાખી નીચે કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વાત હજુ પણ ગળે ઉતરતી ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉપરાંત પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ યુવતી નેટવર્કિંગ બિઝનેશ કરવા માંગતી હતી, જ્યારે તેના પરિવારજનો તેને આગળ વધુ અભ્યાસ કરાવવા માંગતા હતા. યુવતીને ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન હતું. આ મુદ્દે રોજના ઝઘડાના કારણે તે ત્રાસી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.
તસવીર સાથે અહેવાલ મોહમ્મદ એજાજ શેખં સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *