Tue. Mar 9th, 2021
             

અમદાવાદ ઍરપોર્ટનું સંચાલન 7 નવેમ્બરથી અદાણીને સોંપાયા બાદ હવે તેના નામને લઈને પ્રથમ વખત વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ઍરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું તેનું હવે નવું નામ અદાણી ઍરપોર્ટ કરી દેવાયું છે. ઍરપોર્ટ પર અદાણી ઍરપોર્ટ્સના બોર્ડ લગાવી દેવાયા છે જેના પગલે હવે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “સરદાર વિરોધી, અદાણી પ્રેમી ભાજપ”. તેમણે ટ્વિટમાં આગળ લખ્યું કે :

“સરદાર પટેલના નામ પર માત્ર પોતાના રાજકાજને ચમકાવનારી ભ્રષ્ટ ભાજર સરકારે ઉદ્યોગપતિ મિત્રની ખુશામતીમાં ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટથી દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ કરીને અદાણી ઍરપોર્ટ કરી દીધું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *