કોરોના વેક્સીનને લઈને સરકારે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે SoP જાહેર કરી છે અને સાથે જ ચૂંટણી પ્રક્રિયાના આધારે વેક્સીન આપવા કહ્યું છે. એક દિવસમાં એક કેન્દ્ર પર વધારેમાં વધારે 100 લોકોને વેક્સીન આપવાની તૈયારી કરાઈ છે.દરેક વ્યક્તિને વેક્સીન અપાયા બાદ 30 મિનીટ સુધી ઓર્બ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા દેખાય છે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે જો સેન્ટર પર પૂરતા લોજિસ્ટિક અને વેઈટિંગ રૂમની સુવિધા ન હોય તો એક દિવસમાં સેન્ટર પર માત્ર 100 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું કે, વાયરલ સંક્રમણને કારણે આવી ગયેલી મર્યાદાઓમાં માત્ર 13-14 લોકોને એક કલાકમાં અને એક દિવસમાં 100 લોકોને રસી આપવામાં આવશે.
