એસ્વાટીનીના પ્રધાનમંત્રી એમ્બરોસે ડલામિનીનું નિધન
ચાર અઠવાડિયા પહેલા થયા હતા કોરોના સંક્રમિત
આફ્રિકાનો નાનો દેશ છે એસ્વાટિની
કોરોના સંક્રમણનો શિકાર બન્યા બાદ દક્ષિણ આફ્રિકાના એસ્વાટિનીના પીએમનું મોત નીપજ્યું છે. એસ્વાટિનીના પીએમ એમ્બરોસે ડલામિની 1 મહિના પહેલાં કોરોના સંક્રમિત થયા હતા. 52 વર્ષના પીએમ ડલામિનીનું દક્ષિણ આફ્રિકાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.