ગુજરાત સરકારે મોરબી જિલ્લામાં નવી મેડીકલ કોલેજને મંજુર કરેલ છે અને તેના માટેની ૮ -હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે મોરબીમાં અંદર એક વર્ષમાં નવી મેડીકલ કોલેજ તૈયાર થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં માટેની રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા મોરબીને નવી મેડિકલ કોલેજની મંજુરી આપવામાં આવી છે. કોલેજ કાર્યરત કરવામાં માટે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવ્યા બાદ મોરબીના રાજકોટ રોડ ઉપર શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે રાજ્યના સરકાર દ્વારા જમીન ફાળવી હતી ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એક વર્ષમાં મોરબીની અંદર ૧૦૦ બેડની નવી મેડિકલ કોલેજ તૈયાર થઈ જશે અને તેના માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ વર્ષથી જ શરૂ કરવામાં આવશે.
