દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતો આા ફેરફાર થોડો અલગ હતો. ડિસેમ્બરની શરૂઆતમાં 14.2 કિલોના રસોઈ ગેસની કિંમતમાં કોઈ વધારો થયો નહીં. કિંમતો સ્થિર રહી પણ પછી 2 તારીખે તેમાં 50 રૂપિયાનો વધારો કરાયો અને હવે 8 દિવસ બાદ પણ ફરીથી આ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. દિલ્હીમાં હવે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 644 રૂપિયા કરી દેવામાં આવી છે.

