Tue. Mar 2nd, 2021
ધોળકા-બગોદરા હાઇવે પરના ખાનપુર ફાટક નજીક એક રિક્ષા અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. આગનો સંપુર્ણ ભાગ પાછળની તરફ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે.  જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
             

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ અકસ્માતમાં ચોંકાવનારી બાબત છે કે, આ અકસ્માતમાં ગાડી અને રીક્ષા સામસામે અથડાયા હતા. મૃતકોમાં દોઢ વર્ષના બાળક સહિત 5 લોકોનાં મોત નિપજ્યા છે.  જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર અપાયા બાદ તત્કાલ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. 

જો કે આ અકસ્માત અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા કેસ નોંધી આસપાસનાં વિસ્તારનાં સીસીટીવી સહિતની વસ્તુઓના આધારે તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *