અમદાવાદ :બુધવારની વહેલી સવારે અમદાવાદ રીંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો સરખેજ નારોલ હાઈવે પર લક્ઝરી, ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી ટ્રકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર ક્રોસ કરીને સામેની સાઈડ આવી ગઈ હતી અને લક્ઝરી ટ્રક તથા આઈસર ટેમ્પોને અડફેટે લીધું હતું.