પ્રતિનિધિ સંજેલી ૧૬ ૧૨ મહેન્દ્ર ચારેલ
કાલીયાહિલ તળાવ માંથી ભમેળા ટીસાનામુવાડા સંજેલી પ્રતાપપુરા વિસ્તારમાં ખેડુતોને ને નહેર દ્વારા શિયાળુ ખેતી માટે છેલ્લી ઘડી સુધી પાણી ન છોડાતા ખેડૂતોનું શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ સમાચાર પ્રસિધ્ધ થતાની સાથે જ સિંચાઈનું પાણી પૂરું પાડતી નહેરમાં શિયાળુ નીર આવતાં ખેડુતોનિ ખેતીની કામગીરીમાં જોતરાઇ .ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
ખેડૂત ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કાલીયાહેલ સિંચાઇ તળાવમાંથી ટીસાના મુવાડા સંજેલી પ્રતાપપુરા સહિતના ખેડુતોને સિંચાઇ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ ટીસાના મુવાડા ગામે નહેર પરના રસ્તાના વિવાદને લઈને આ વખતે નહેરમા શિયાળુ પાકનો સમય થઈ ગયો છતાં પણ નહેરમાં પાણી ન આવતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો.જે બાદ કેટલાય ખેડુતોએ નહેર શરૂ કરવાની માંગને લઇને સિંચાઇ વિભાગને વારંવાર રજુઆત કરવા છતાં પણ શરૃ ન કરાતાં ખેડૂતોનું શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતી ને લઇ ગુજરાતની અસ્મિતા માં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.જે બાદ સફાળા જાગેલા વહીવટીતંત્રએ તાત્કાલિક નહેર શરૂ કરાતાં નહેરમાં શિયાળો નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખેડુતો શિયાળુ વાવણી કરવામાં જોતરાઈ ગયાં હતાં.ત્યારે સિંચાઇ વિભાગ નહેર ની સાફસફાઇ કર્યા વગર જ તાત્કાલિક પાણી શરૂ કરી દેવામાં આવ્યું છે. વર્ષો જૂની નહેર મા ઠેર ઠેર ગાબડાઓ અને ઝાડી ઝાખરા ઉગી નિકળ્યા છે.હાલતો ખેડુતોને તાત્કાલીક સમસ્યા દૂર થઈ છે પરંતુ ચૂરેચૂરા થઈ ગયેલી આ નહેર ને નવીન બનાવવામાં આવે જેથી ખેડુતોને પુરતા પ્રમાણમાં અને સમયસર પાણી મળી રહે.તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે.