વડોદરા :હાલ ગુજરાતમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસ નામની વધુ એક બીમારી ચર્ચા જગાવી રહી છે. કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ બીમારી જોવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદ બાદ વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસીસની એન્ટ્રી થઈ છે. વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસીનો કેસ જોવા મળ્યો છે. વડોદરાની સયાજી અને ગોત્રી હૉસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના સાત કેસ સામે આવ્યા છે. કોરોના ન થયો હોય તેવા લોકો પણ આ રોગનો શિકાર થઈ રહ્યાં છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ આ દર્દીઓ મ્યુકોરમાઈકોસીસના શિકાર થયા છે.
વડોદરાના સાતમાંથી બે દર્દીઓને સારવાર માટે અમદાવાદમાં મોકલાયા છે. વડોદરામાં રાહતની વાત એ છે કે, તમામ દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ગયા છે. જોકે, તબીબોના જણાવ્યા અનુસાર, આ બીમારીની સારવાર દર્દીઓને મોંઘી પડે તેવી છે, જેમાં અંદાજે ચારથી પાંચ લાખનો ખર્ચ આવે છે.
ગુજરાત મિડિયા ગ્રુપ લાઈવ