સુરતમાં આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોને ટો કરી લેવામાં આવે છે

             

સુરતમાં આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોને ટો કરી લેવામાં આવે છે પણ ટારગેટ પુર્ણ કરવા ક્રેઇનવાળા યોગ્ય રીતે પાર્ક કરેલા વાહનો પણ ઉઠાવી જતાં હોવાની ફરિયાદ ઉઠી છે અને એક જાગૃત નાગરિકે બાબતનો વિડીયો પણ વાયરલ કર્યો છે.

સુરતમાં ટોઇંગ ક્રેનના સંચાલકો વાહનચાલકોને રંજાડવામાં કશુ બાકી રાખતાં ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સુરતના કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહયાં છે.રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કર્યા હોય તેવા વાહનોને ઊંચકવાનો નિયમ હોવા છતાં પણ ક્રેઇન દ્વારા મનસ્વી રીતે વાહનો ઊંચકી લઇ જવાય છે. અને આવો જ એક વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

જેમાં જોઈ શકાય છે કે કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. ટોઇંગ ક્રેઇનના સંચાલકો તેમનો ટારગેટ પુરો કરવા યોગ્ય રીતે પાર્ક કરેલા વાહનો પણ ઉઠાવી જતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહયાં છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ વિડીયો જુએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
તસવીર સાથે અહેવાલ મોહમ્મદ એજાજ શેખં સુરત

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદ: પોલીસનો વધુ એક વીડિઓ આવ્યો સામે

Sat Dec 19 , 2020
Post Views: 10 વાહન ચાલકથી દંડ વાસુલ્યાની પાવતી નહિ આપી વિડીઓ અમદાવાના રિલીફ રોડનો બધી પ્રોસ્સેસ કરિયા બાદ પણ ચાલકને ન મળી પાવતી બે દિવસમાં પોલીસની દાદાગીરીનો બીજો કિસ્સો              

You May Like

Breaking News