વડોદરાની બ્રાહ્મણ યુવતીનું મુંબઈમાં ધર્મ પરિવર્તનની ધટનાના વિવાદ બાદ ડભોઇ- દર્ભાવતિ ના ધારાસભ્યે લવ જેહાદ બાબતે કાયદો બનાવવા મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
વડોદરાની બ્રાહ્મણ સમાજની યુવતીને ભગાડી જઇને મુંબઇમાં તેને ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ પઢવામાં આવ્યા હોવાની ઘટનાના છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ પ્રકારના લવ-જેહાદના બનાવો અટકાવવા માટે ગુજરાત સરકાર સત્વરે કાયદો બનાવે તેવી માંગણી કરતો પત્ર ભાજપના દર્ભઆવતી ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો હતો. તેની સાથે સાથે તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્પેશીયલ મેરેજ એક્ટમાં સંશોધન લાવી એક મહિનાની કલમ-૫ અને ૬માં સંશોધન કરી સુધારો કરાય તો લવ જેહાદની પ્રવૃત્તિને રોક લાગશે તેવો ઉલ્લેખ પત્રમાં કર્યો હતો.
ઉત્તરપ્રદેશ સરકારની માફક જ લવ-જેહાદનો કાયદો ગુજરાતમાં પણ બનાવવો જોઇએ તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યુ છે કે, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લવ – જેહાદના સંદર્ભમાં વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ કાયદાનો મૂળ હેતુ છલ, કપટ અને પ્રલોભન આપીને ધર્માંતર કરાવવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે અટકાવવો જોઈએ.લઘુમતિ કોમો પૈકીની ચોક્કસ કોમ દ્વારા આખા દેશમાં હિન્દુ ધર્મની કન્યાઓને મોટા મોટા પ્રલોભનો આપી યુક્તિ ને પટાવી ફોસલાવીને તેની સાથે લગ્ન કરવામાં આવી રહ્યા છે. જે સિલસિલા વેગવંતી બનાવવા પામ્યો છે.આ એક ચોક્કસ રમતના ભાગરૂપે ષડયંત્ર ચાલે છે. તેનો ભોગ પુખ્તવયની ભોળી કન્યાઓ બની રહી છે. ઘણાં કિસ્સામાં તો યુવતી આ પ્રકારના લગ્ન પછી બીજી પત્ની તરીકેનું સ્થાન મેળવી રહી છે. તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યુ છે.
તાજેતરમાં વડોદરામાં લઘુમતી કોમના એક યુવાને હિન્દુ બ્રાહ્મણ યુવતીની સાથે ભાગીને લગ્ન કર્યા છે. આ કિસ્સામાં તેઓએ છોટાઉદેપુરમાં લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીના ઘેર વાંધા અરજીને નોટીસ ઇસ્યુ થતાં મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા. આમ વડોદરા છોડીને અન્ય જગ્યાએ ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સાના પગલે હવે જે જ્યાં રહેતો હોય ત્યાં જ લગ્ન કરી શકે તેવો કાયદો બનવો જોઇએ અથવા હયાત કાયદામાં સુધારો થવો જોઇએ.તેઓએ ઉમેર્યુ છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત રજીસ્ટ્રારની કચેરીમાં લગ્ન કરતા હોય છે, જેમાં નિયમ મુજબ એક મહિનાનો નોટીસ પિરીયડ આપવામાં આવતો હોય છે, આ નોટીસની નોંધ એક સરકારી ચોપડામાં થતી હોય છે, નોંધ ઓફિસના કોઇ બારણાની પાછળ લટકાવી દેવામાં આવતી હોય છે. માતા-પિતાની કોઇ જગ્યાએ સહમતિ દર્શાવતુ કોલમ નથી. તેથી લગ્નની જાણ તેઓના માતા પિતાને પણ થતી નથી. ત્રીસ દિવસ બાદ લગ્નનું સર્ટીફીકેટ લગ્ન અધિકારી દ્વારા આપવામાં આવે છે.
આ સમય મર્યાદા બાદ યુવતી અને ચોક્કસ કોમનો યુવાન ભગાડીને લગ્ન કરે છે, આની સામે કોઇ પણ એવો નક્કર કાયદો ગુજરાત રાજ્ય સ્તરે નથી. કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્પેશીયલ મેરેજ એક્ટમાં સંશોધન લાવી એક મહિનાની નોટીસ આપવાની કલમ ૫ અને ૬માં સંશોધન કરી સુધારો કરવા ભલામણ કરવા પત્રમાં વિનંતી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, કલમ ૫ માં ૩૦ દિવસના બદલે ૬૦ દિવસ સમય કરવામાં આવે તથા કલમ ૬માં સુધારો કરીને ઓફિસના જાહેર સ્થળે નોટીસ લગાવવાની સાથા સાથે લગ્ન કરનારના માતા-પિતાને પણ નોટીસ બજાવવામાં આવે તેની સાથે સાથે માતા-પિતાની સહમતીનું કોઇ પ્રયોજન સ્પેશીયલ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટના ફોર્મમાં કરવુ જોઇએ. જેને કારણે ભોળી ભાલી છોકરીઓની જિંદગી બચી શકે.