કચ્છની માનસિક બીમાર યુવતી ભૂલી પડી, મોરબી સખી વન સ્ટોપે યુવતીને મદદ કરી
કચ્છની રહેવાસી માનસિક બીમાર યુવતી ઘરેથી નીકળ્યા પછીમોરબી આવી પહોંચી હતી જે માનસિક રીતે બીમાર હતી તે યુવતીની સખી વન સ્ટોપ સેન્ટરે યોગ્ય માવજત કરી હતી અને યુવતીને હુંફ પૂરી પાડી મદદ કરી હતી.
૧૮૧ WHL દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર ભૂલી પડી ગયેલ માનસિક બીમાર ૨૨ વર્ષની યુવતીને મૂકી ગઈ હોય જે યુવતીનું સતત કાઉન્સેલિંગ કર્યા પછી તે કચ્છ ભુજના મોટા વરનોરા ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતુ.આ યુવતી માબાપ નથી જેથી બાળપણથી જ માસીના ઘરે રહેતી હતી તેની માનસિક સ્થિતિ સારી ના હોય જેથી ઘરેથી નીકળી હોવાનુ જાણવા મળ્યું હતુ અને યુવતીને છ દિવસ સુધી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખી જરૂરી સેવાઓ આપી હતી અને પરિવારનો સંપર્ક કર્યા બાદ પરિવારને પરત કરવામાં આવી હતી.