જનરલ મોટર્સ બંધ..! 1800 પરિવારો પર રોજી રોટીનું સંકટ..!!

             

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવની પ્રતિકૂળ અસર કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર પડી હતી. જગવિખ્યાત જનરલ મોટર્સનો ભારત ખાતેનો છેલ્લો પ્લાન્ટ બંધ થઇ રહ્યો હતો. એને કારણે ક્રિસમસના પવિત્ર પર્વ પર 1800 પરિવારો પર રોજીરોટીનું સંકટ તોળાશે એેવી જાણકારી મળી હતી.

જનરલ મોટર્સે ભારત ખાતેનો પોતાનો પ્લાન્ટ ચીનની એક મોટી ઓટો કંપની ગ્રેટ વૉલ કંપની સાથે કરાર કર્યો હતો. લદ્દાખ સરહદે ચીને કરેલા અટકચાળાના પગલે ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તનાવને કારણે ભારત સરકારે આ કરારના પાલનને અટકાવી દીધું હતું.

આમ થવાથી જનરલ મોટર્સે ભારે નુકસાન થઇ રહ્યું હતું. 1966થી મહારાષ્ટ્રના તળેગાંવમાં ચાલી રહેલો જનરલ મોટર્સનો પ્લાન્ટ આખરે બંધ થઇ રહ્યો હતો પરિણામે જનરલ મોટર્સના પ્લાન્ટમાં કામ કરતા 1800 કર્મચારી બેકાર થઇ જશે અને આ કોરોના કાળમાં તેમના પરિવારોને ભૂખે મરવાનો વારો આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

યોગી આદિત્યનાથને પોતાની પોલીસ પર જ ભરોસો નથી

Tue Dec 22 , 2020
Post Views: 6               ઉત્તર પ્રદેશના એક ભાજપી નેતાએ એવો દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પોતાના રાજ્યની પોલીસ પર જ ભરોસો નથી. આ મંતવ્ય એવા સમયે આવ્યું છે જ્યારે હાથરસ કાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ ચાર યુવાનો સામે દલિત યુવતી […]

Breaking News