વડોદરાની કોવીડ હોસ્પીટલમાં થયો “ધમણ” થી “ધમાકો”…!!!

             

વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ આઇસીયુ વોર્ડમાં 8 સપ્ટેમ્બરના રોજ આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આ અંગેના FSL રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ હોસ્પિટલમાં લાગેલી આ આગ ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હતી. વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં ટેક્નિકલ ખામીને કારણે આ આગ લાગી હતી.

રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે

આ મામલે સુરત FSLના ડાયરેક્ટર અને વડોદરા FSLના ઈન્ચાર્જ ડી.બી. પટેલે જણાવ્યું છે કે, વડોદરાની સયાજી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર ધમણ લાગ્યું હતું. અમારી પાસે વેન્ટિલેટર ધમણ આવ્યું ત્યારે સળગી ગયેલી હાલતમાં હતું. વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીને કારણે શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. આ ઉપરાંત આ તપાસની કમિટીના અધ્યક્ષ સુધીર પટેલના જણાવ્યા અનુસાર, આ તમામ રિપોર્ટ પર અધ્યયન કરી આખરી રિપોર્ટ 2-3 દિવસમાં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. બીજી તરફ, આગ લાગવાના બનાવમાં વેન્ટિલેટર ધમણ-1માં ખામીને કારણે શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી છે.

હૉસ્પિટલના કર્મચારીઓની સતર્કતાથી મોટી દૂર્ઘટના થતા બચી

સયાજી હોસ્પિટલમાં ઊભા કરાયેલા કોવિડ સેન્ટરના પહેલા માળે આવેલા કોવિડ આઇસીયુમાં 8મી સપ્ટેમ્બરે આગ લાગવાની ઘટના બની હતી. કોવિડ આઇસીયુમાં આગની ઘટનાના પગલે કોવિડ સેન્ટરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે હૉસ્પિટલના કર્મચારીઓની સતર્કતાના કારણે જાનહાનિ થઈ ન હતી. આ વોર્ડમાં 35થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તમામ દર્દીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા.

ધમણ પહેલા પણ વિવાદોમાં આવ્યુંહતું

ઉલ્લેખનીય છે કે, રાજકોટની જ્યોતિ સીએનસી કંપની ધમણ વેન્ટિલેટર બનાવે છે અને આ પહેલીવાર નથી કે ધમણ વેન્ટિલેટર સામે સવાલ ઉઠ્યા છે. આ વખતે એ સવાલો પર FSLની તપાસે મહોર લગાવી દીધી છે અને ઘટસ્ફોટ થયો છે કે, વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ધમણ વેન્ટિલેટરના કારણે આગકાંડ સર્જાયો હતો. આ પહેલા પણ ધમણ અનેક વિવાદોમાં ફસાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

9 વર્ષનો આ બાળક સૌથી વધુ કમાણી કરનાર YouTuber બન્યો તેની એક વર્ષની કમાણી જાણીને રહી જશો હેરાન

Thu Dec 24 , 2020
Post Views: 6               આ દિવસોમાં યુટ્યુબ અને વોલોગિંગનો ટ્રેન્ડ એકદમ લોકપ્રિય છે. ઘણા લોકો યુ-ટ્યૂબ પર વી-લોગર્સ બનીને તેમની ચેનલ શરૂ કરે છે, પરંતુ એવા ઘણા લોકો છે જે મોટું નામ કમાય છે. યુટ્યુબ પર, તમે બધી પ્રકારની માહિતી અથવા અન્ય સામગ્રીથી સંબંધિત […]

Breaking News