વર્ષ 2020 સોશિયલ મીડિયા માટે ખૂબ જ વ્યસ્ત પ્લેટફૉર્મ રહ્યું છે. આ વર્ષે કોરોના વાઈરસના રોગચાળાને કારણે લોકો લાંબા સમય સુધી તેમનાં ઘરોમાં બંધ હતા. આ સમય દરમિયાન લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ સમય પસાર કરવા માટે કરતા હતા. આ પહેલા પણ વિશ્વભરના લોકો સોશિયલ મીડિયા પર સક્રિય હતા, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન, લોકોની સક્રિયતામાં વધારો થયો. તેમ જ ઘણા માહિતીપ્રદ અને લોકોને જાગરૂક કરનારા વીડિયોઝ પણ વાઈરલ થયા છે. જોકે વાઈરલ વીડિયોની લિસ્ટ મોટી છે. આમાં 5 વીડિયો છે, જેણે સોશિયલ મીડિયા પર છાપ છોડી દીધી છે. જો તમને ખબર નહીં હોય, તો આવો વર્ષ 2020ના ટૉપ 5 વાઈરલ વીડિયો વિશે જાણીએ-

કોકિલા બેન
આ સૂચિમાં પહેલા નંબર પર કોકિલા બેનનો વીડિયો છે, જે લૉકડાઉન દરમિયાન ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. ખાસ કરીને ટ્વિટર પર આ વીડિયોએ ઘણી ધૂમ મચાવી હતી. આ વીડિયોમાં કોકિલા બેન, રાશિ અને ગોપી વહૂના સવાંદને મ્યૂઝિક કમ્પોઝ કરીને સોશિયલ મીડિયા પર ગીત શૅર કરવામાં આવ્યું હતું. આ વીડિયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને લોકોએ વીડિયોના ટૅગ લાઈન રસોડે મેં કૌન થા..ને ખૂબ શૅર કરવામાં આવી હતી.
અનુશ્રુત
સોશિયલ મીડિયા પર નવેમ્બર મહિનામાં એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવામાં આવ્યું હતું કે એક નાના બાળકે સલૂનમાં હેર કટિંગ કરનારને પ્રેમાળી ધમકીઓ આપી રહ્યો છે. આ વીડિયો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ લોકપ્રિય થયો હતો. બાદ મુંબઈ પોલીસે પણ કોરોનાથી બચવા માટે અનુશ્રુતનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોની પંચ લાઈન- અરે મત કરો… રહી હતી.
સિખ બાળકનો ભાંગડા ડાન્સ
સોશિયલ મીડિયા ટ્વિટર પર એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં એક સિખ છોકરો પેટ ડૉગ્સ સાથે ભાંગડા ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે ડૉગ્સ અને બાળક વચ્ચે મેન ગેટ હતો. ડૉગી બાળકથી ચિડાય જાય છે અને સિખ બાળક ભાંગડા કરીને ડૉગીને ચીડવતો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો. વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો હતો.
