રાજુલા સાવરકુંડલા રોડ પર તેલ ભેરલું કન્ટેનર આગરીયા ગામ નજીક પલ્ટી ગયું
હાલમાંજ રાજુલા સાવરકુંડલા રોડ પર તેલ ભેરલું કન્ટેનર આગરીયા ગામ નજીક રોડ પર પલ્ટી જતા તેલ રોડ ઉપર ઢોળાઈ જતા આ સમાચાર વાયુ વેગે વહેતા થતાં આજુબાજુ ના ગામના લોકો તથા ઝૂંપડ પેટ્ટી ના લોકો દ્વારા તેલ લેવા પડાપડી કરાઈ હતી. ત્યાર બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘટનાની જાણ રાજુલા ના પી.આઈ.ઝાલા ને થતાં તાબડતોબ પોલીસ મોકલી ને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.