સરકારની મહત્વકાંક્ષી યોજના સી-પ્લેન ફરીથી શરૂ થયું છે. ર૮ દિવસના મેન્ટેનન્સ બાદ આજથી ફરી અમદાવાદ કેવડીયા વચ્ચે સી પ્લેનની સેવા શરૂ થઇ છે. ર૮ દિવસ બાદ માલદીવથી સી પ્લેન અમદાવાદ આવી ચૂક્યુ છે. હવેથી સી પ્લેન દિવસ દરમિયાન બે ઉડાન ભરશે. 28 દિવસ પહેલા માલદીવ ખાતે સી પ્લેન મેન્ટેનન્સ માટે પોંહચ્યું હતું. એક સપ્તાહ સુધી સી-પ્લેન ઓપરેટ થયા બાદ મેઈન્ટેનન્સના નામે બે દિવસ સુધી બંધ કરી દેવાયું હતું.

28 નવેમ્બરથી એરલાઈન્સ દ્વારા મેઈન્ટેનન્સના નામે સર્વિસ બંધ કરી એરક્રાફ્ટ માલદીવ મોકલી દેવામાં આવ્યું હતું. એરલાઈન્સે અગાઉ 15 ડિસેમ્બર અને 27 ડિસેમ્બરે સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. એરક્રાફ્ટમાં જગ્યા હશે તો રિવરફ્રન્ટ એરોડ્રામમાં બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકાશે. બુધવારથી સી-પ્લેનની મુસાફરી કરી શકાશે.
