Thu. Mar 4th, 2021
             

હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે નવા વર્ષની ઉજવણી ઉપર ગુજરાત પોલીસે આ વર્ષે પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે, 31 ડિસેમ્બરની ઉજવણીને ગણતરીના જ કલાકો બાકી છે. એવામાં 31 ડિસેમ્બરની જાહેરમાં ઉજવણી નહીં કરવા તેમજ કે સોશિયલ ગેધરીંગથી દૂર રહેવા પોલીસે શહેરીજનોને અપીલ કરી છે. તેમ છતાં અમદાવાદમાં રાત્રીના 9:00 વાગ્યાથી કર્ફ્યુની અમલવારી માટે પોલીસે ચુસ્ત બંદોબસ્તની સાથે-સાથે એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર સઘન ચેકિંગ માટે પોલીસ જવાનો તૈનાત કરી દેશે. ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર આજથી જ સરહદો પર બહારના રાજ્યમાંથી કોઈ નશીલી ચીજવસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે જ્યાં જ્યાં એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટો આવેલાં છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમ કે, શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સહિતના મોટા નગરો તેમજ શહેરોમાં જ્યાં-જ્યાં એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ આવે છે ત્યાં પોલીસ દ્વારા ગાડીઓ રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત ગુજરાતની બોર્ડર પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે જે પણ વ્યક્તિ દારૂ તેમજ કોઇ પણ કેફી દ્રવ્યો સાથે પકડાશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એમાંય ખાસ કરીને 9 વાગ્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ કારણ વગર બહાર નીકળશે તો તેઓની વિરૂદ્ધ પણ જાહેરનામાં ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *