Wed. Mar 3rd, 2021
             

અમદાવાદમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી બંગ્લોઝ પાસેના રાધે ચેમ્બર્સમાં સિક્યોરિટી ઓફિસમાં ફાયરિંગ થતાં જસવંત રાજપૂત નામના યુવકનું મોત થયું છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે આરોપીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફસ્ટની રાત્રે 8 વાગ્યા આસપાસ વસ્ત્રાલમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે રાધે ચેમ્બર્સની ઓફિસ નંબર 203માં અર્પણ જયપ્રકાશ પાંડે (રહે. માધવપાર્ક વિભાગ-2, વસ્ત્રાલ) અને સુશીલ સિંહ રામવિલાસ સિંહ ઠાકુર (રહે. દેવીકૃપા ટેનામેન્ટ, વસ્ત્રાલ)એ જસવંતસિંહ રામનરેશસિંહ રાજપૂત (રહે. જયશ્રી ટેનામેન્ટ, અર્બુદાનગર, ઓઢવ) પર લાયન્સવાળી રિવોલ્વરથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં જસવંતસિંહ રાજપૂતને માથા, ગળા તથા શરીરના પાછળના ભાગે ગોળી વાગતાં મોત થયું હતું.ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓની અટકાત કરી છે. આરોપીઓ પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર તથા છરો જપ્ત કર્યો છે. હત્યા પાછળ રૂપિયાની લેતી-દેતી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *