કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે. જાણકારી મુજબ આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રણેયને એક પછી એક પછી પોતપોતાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે.
અત્યાર સુધીમાં ત્રણ કંપનીએ મંજૂરી માંગી
અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII),ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માટે અરજી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ કોવીશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરી રહી છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઉપરાંત સ્વદેશી વેક્સિન તૈયાર કરનારી ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ રજૂ કરી હતી. જ્યારે, અમેરિકાની કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જોકે ફાઈઝરે WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.
આવતીકાલથી સમગ્ર દેશમાં વેક્સીનનો ડ્રાઈ રન
એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા બાદ કંપનીઓની એપ્લિકેશન ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે ફાઈનલ મંજૂરી માટે જશે. સરકાર આ મહિને વેક્સીનેશન શરૂ કરવા માટે તૈયાર કરી રહી છે. આ માટે આવતી કાલે એટલે કે 2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવેલ છે.
આ અગાઉ ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ડો.વીજી સોમાનીએ કહ્યું હતુ કે અમારા માટે નવું વર્ષ હેપ્પી હશે, જોકે આ વર્ષમાં આપણી પાસે કંઈક હશે. આ સાથે એવી શક્યતા છે કે ટૂંક સમયમાં વેક્સીનને મંજૂરી મળી શકે છે. ભારત અમેરિકા ાદ કોરોનાથી અસર પામેલ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. સરકારે આગામી છ થી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાની યોજના છે.
કોવીશીલ્ડ સૌથી સસ્તી વેક્સીન
સસ્તી હોવાને લીધે ઓક્સફોર્ડ વેક્સીન સરકારની સૌથી મોટી આશા છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના ઘરેલુ બજાર પર ફોકસ આપશે. ત્યારબાદ તે દક્ષિણ એશિયાના દેશો તથા આફ્રિકાને એક્સપોર્ટ કરવામાં આવશે.
અપડેટ્સ
કોરોના વેક્સિન અંગે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિની આજે મહત્વની બેઠક ચાલી રહી છે. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી અપ્રૂવલ આપવા અંગે વિચારણા થશે. મળતી માહિતી પ્રમાણે, આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ત્રણેયને એક પછી પ્રેઝેન્ટેશન આપવાની છે. આ બેઠકમાં જાયડસ કેડિલા પણ સામેલ છે.
દિલ્હી સરકાર સાથે વિડિયો-કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બેઠકમાં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે પહેલા તબક્કામાં વેક્સિન લગાડવાની તૈયારી પૂરી થઈ ચૂકી છે. જે લોકોને પહેલા વેક્સિન આપવાની છે તેમની યાદી તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનનો ડ્રાય રન દિલ્હીના જીટીબી હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં યોજાશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ નામની વેક્સિન બનાવી રહી છે, જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા એસ્ટ્રાજેનેકાએ ડેવલપ કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઉપરાંત સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું, સાથે જ અમેરિકન કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માગ્યો છે.
એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા પછી કંપનીઓની એપ્લિકેશન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે ફાઈનલ અપ્રૂવલ માટે જશે. સરકાર આ જ મહિને વેક્સિનેશન શરૂ કરવાના હેતુથી તૈયારી કરી રહી છે, જેના માટે આવતીકાલે, એટલે કે 2 જાન્યુઆરીએ આખા દેશમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે. ડ્રાય રનના એક દિવસ પહેલાં આ મીટિંગ યોજાવા જઈ રહી છે.
આ પહેલાં ગુરુવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડો. વીજી સોમાનીએ કહ્યું હતું કે નવું વર્ષ આપણા માટે હેપી હશે, કારણ કે ત્યારે આપણા હાથમાં કંઈક હશે, આથી માનવામાં આવી રહ્યું છે કે ઝડપથી કોઈ વેક્સિનને અપ્રૂવલ મળી શકે છે. ભારત અમેરિકા પછી કોરોનાથી પ્રભાવિત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. સરકારે આગામી છથી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સિન લગાડવાની યોજના બનાવી છે.
કોવિશીલ્ડ રેસમાં સૌથી આગળ
સસ્તી હોવાને કારણે ઓક્સફોર્ડ વેક્સિન સરકારની સૌથી મોટી આશા છે. જોકે સરકારે અત્યારસુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે એની ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યા. કંપનીનું કહેવું છે કે એ પહેલાં પોતાના ઘરેલું બજાર પર ફોકસ કરશે. ત્યાર પછી તે દક્ષિણ એશિયાના દેશ અને આફ્રિકાને એક્સપોર્ટ કરાશે.
વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીના CEO અદાર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનના લગભગ પાંચ કરોડ ડોઝ પહેલાંથી જ તૈયાર થઈ ચૂક્યા છે. આગામી વર્ષે માર્ચ સુધી 10 કરોડ ડોઝ બનાવવાનું આયોજન છે.
આ દેશોમાં ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી
- અમેરિકામાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિનને ઈમર્જન્સી યુઝને મંજૂરી મળી ચૂકી છે.
- બ્રિટને ફાઈઝર અને એસ્ટ્રોજેનેકે વેક્સિનને મંજૂરી આપી દીધી છે. અહીં વેક્સિનેશન ચાલી રહ્યું છે.
- ચીને તાજેતરમાં જ સ્વદેશી કંપની સિનોફાર્મની વેક્સિનને અમુક શરતો સાથે મંજૂરી આપી દીધી છે.
- રશિયામાં પણ સ્વદેશી વેક્સિન સ્પુતનિક V દ્વારા માસ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
- કેનેડાએ ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.