Tue. Mar 9th, 2021
             

કોરોનાના કકળાટ વચ્ચે હવે બ્રિટનમાં નવો સ્ટ્રેન આવ્યો અને આ સાથે જ દુનિયામાં ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પણ આ બધાની વચ્ચે એક સમાચાર આવ્યા કે નવા સ્ટ્રેનની વાત સામે આવ્યા બાદ બ્રિટન એક રીતે અલગ પડી ગયું છે. જો કે, વૉશિંગ્ટન પોસ્ટના એક એનાલિસિસ જણાવે છે કે યુકે એ ખૂબ જ જવાબદારીપૂર્વક નવા સ્ટ્રેનનો સામનો કર્યો. ત્યાં નવા સ્ટ્રેનની ઓળખ એટલા માટે ઝડપથી થઇ શકે કારણ કે તેને ત્યાં દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને વ્યાપક જિનેટિક સીક્વેંસિંગ પ્રોગ્રામ છે. તાજા અપડેટ સુધી યુકે એ 1,36,835 વાયરસ સેમ્પલનું જીનેટિક એનાલિસિસ કરી લીધું હતું જો કે દુનિયાભરમાં સીક્વેંસ કરાયેલ તમામ સેમ્પલ્સનું લગભગ અડધું છે. પરંતુ આ વાયરલ કરતાં પણ ખતરનાક વાયરસ અવેલેબલ છે અને જો એ ફેલાયો તો દુનિયાની સ્થિતિ જોવા લાયક નહીં રહે. શરૂઆતની વાત કરીએ તો નવેમ્બરની શરૂઆતમાં ડેનમાર્કએ પોતાના ત્યાંના તમામ ઉદબિલાવોને મારી નાંખવાનો આદેશ આપ્યો.

image source

ત્યારે હાલત એવી થઈ ગઈ હતી કે ડેનમાર્ક દેશના ફર ફાર્મ્સમાં બ્રીડ કરાયેલ લગભગ 1.7 કરોડ ઉદબિલાવોને ધડાધડ મોતને ઘાટ ઉતારી દીધા. એનુ કારણ એવું હતું કે ઉદબિલાવોમાં કોવિડ-19 વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમાં કોરોના વાયરસનું મ્યુટેશન થયું. ડેનમાર્કના અધિકારીઓને ડર હતો કે જો મ્યુટેટેડ વાયરસ માણસોમાં ફેલાવવાનું શરૂ થશે તો પરિસ્થિતિ ખુબ વણસી જશે અને પછી તેને કંટ્રોલ કરવો અઘરો થશે. ઉદબિલાવો Mink એક રીતે માંસાહારી જીવ હોય છે જેને તેના ફર માટે બ્રીડ કરાય છે.

image source

આ વિશે જો વધારે વાત કરીએ તો ડેનમાર્ક તેનો સૌથી મોટો ઉત્પાદક છે અને ત્યાં જ ઉદબિલાવોમાં સૌથી વધુ કોવિડ કેસ સામે આવ્યા છે એ પણ ખતરનાક વાત છે. પણ જોવા જેવી વાત તો એ છે કે ડેનમાર્કના ઉદબિલવોને મારવાની સાથે જ વાયરસનું આ સ્વરૂપ ખત્મ થયું નથી. એપ્રિલમાં નેધરલેન્ડ્સ, જૂનમાં ડેનમાર્ક ત્યારબાદ સ્પેન, ઇટાલી, લિથુનીયા, સ્વીડન, ગ્રીસ, કેનેડા અને યુ.એસ.માં પણ આ વાયરસ મન મૂકીને ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ફાર્મવાળા ઉદબિલવોમાં કોરોના વાયરસ કમ સે કમ નવ દેશોમાં જોવા મળ્યો છે. અમેરિકામાં આનો પહેલો કેસ ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો. જંગલમાં વાયરસ ફેલાવાનો ભય પણ સાચો સાબિત થયો.

image source

જો પ્રાપ્ય માહિતી અનુસાર વાત કરવામાં આવે તો 13 ડિસેમ્બરના રોજ અમેરિકાના ઉટામાં એક કોવિડ સંક્રમિત જંગલી ઉદબિલાવ જોવા મળ્યો. જંગલમાં વાયરસ કેટલો ફેલાયો છે તેની હજુ ભાળ મળી શકી નથી. પરંતુ જો આ તે વધુ ફેલાશે તો મુશ્કેલી આવે તે નિશ્ચિત છે. દર વખતે આપણે મહામારીને રસી અને લોકડાઉન્સથી કાબૂમાં લાવી શકીએ છીએ, તે જંગલથી ફરી ફેલાશે. એટલે કે વ્યક્તિઓમાં વારંવાર સંક્રમણના કેસ સામે આવવા લાગશે. મનુષ્ય અને ઉદબિલાવોની વચ્ચે જેટલી વખત વાયરસની આપ-લે થશે, એક ખતરનાક મ્યુટેશનની સંભાવના વધી જાય છે.

image source

એ જ રીતે વાત કરીએ તો નવા ‘યુકે સ્ટ્રેન’માં જોવા મળેલો ફેરફાર ઉદબિલાવમાં મળેલા વાયરસ વર્ઝનમાં પહેલાં જ દેખાઇ ચૂકયો હતો. આવા સંક્રમણની સંભાવના વધુ છે કે કારણ કે ઉદબિલાવોને શ્વસન તંત્રમાં ઇન્ફેકશનનો વધુ ખતરો રહે છે. જો કોઇ ફાર્મ વર્કરને કોવિડ હોય અને તે મોટા ફાર્મની પાસે ઉધરસ કે છીંક આવે તો આખા ફાર્મના ઉદબિલાવોમાં વાયરસ ફેલાવામાં સમય લાગતો નથી. વાયરસનું મ્યુટેશન દરેક સમયે ચાલુ જ રહે છે.

image source

જો એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ કેસ વિશે વાત કરવામાં આવે તો ઉદબિલાવની અંદરના વાયરસમાં બદલાવ માણસો સુધી પહોંચ્યા નથી. પરંતુ ફેરફારનો એક સેટ જેને ‘ક્લસ્ટર 5’ તરીકે ઓળખવામાં આવ્યો, તે ડેનમાર્કના 12 લોકોમાં ફેલાયો. તદ્ઉપરાંત 200 અન્ય લોકોમાં પણ ઉદબિલાવવાળા વાયરસના થોડાંક બદલાયેલા સ્વરૂપો જોવા મળ્યાં છે. ક્લસ્ટર 5 ચિંતાનું કારણ બની ગયું છે કારણ કે તેમાં એ સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર થયો છે જેનો ઉપયોગ વેક્સીન શરીરને કોવિડ સામે લડવા માટે ટ્રેન કરવામાં મદદ કરે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દુનિયામાં આ વાયરસ કેવો હાહાકાર મચાવે છે, પણ હાલમાં આખા વિશ્વમાં આ વાયરસને લઈને ચિંતા પેઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *