કોરોના કાળ ગણાતા 2020નું વર્ષ સમાપ્ત થઇ ગયું છે ને નવી આશાઓ સાથે નવું 2021નું વર્ષ શરૂ થઇ ગયું છે. પરંતુ, રોજિંદી વસ્તુઓ વધતા ભાવને જોતા એમ નથી લાગતું કે જનતાને મોંઘવારી માંથી રાહત મળે. નવા વરસના આરંભે જ મધ્યમ વર્ગને ભાવ વધારાનો માર મળ્યો છે.
કપાસિયા તેલમાં ડબે રૂપિયા 20 નો વધારો થયો છે. આ સાથે કપાસિયા તેલના ડબાનો ભાવ 1 હજાર 845એ પહોંચ્યો છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબાનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યો છે. આ વર્ષે કપાસમાં ગુલાબી ઈયળ આવી જતા અને ધાર્યા કરતાં ઓછા ઉત્પાદનને કારણે કપાસિયા તેલના ભાવમાં રેકોડ બ્રેક વધારો થયો છે.