Mon. Mar 8th, 2021
             

મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં લુણાવાડા તાલુકાના મામલતદારનું મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાન આરટીઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતા સમયે તેમનું મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

લુણાવાડાના મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં ડ્રાઇવર વિજયરાજ પગી અને અન્ય એક અધિકારી સાથે નીકળ્યા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર પાસે રાજસ્થાન પાસિંગની અશોક ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી સાથે ધડાકાભેર સરકારી ગાડી અથડાઈ હતી. રાત્રિના અંધકારમાં ગાડી અથડાતા ફંગોળાઈ અને રોડની નીચે ધસી ગઈ હતી અને સરકારી ગાડીનો બુકડો બોલી ગયો હતો. આ ગાડીમાં 3 વ્યક્તિ સવાર હતી જે પૈકીના ડ્રાઇવર વિજયરાજ પગીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ટ્રાવેલ્સમાં સવાર લોકો પણ નીચે ઉતરી આવ્યા હતા અને ગાડીમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવામાં મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *