- બ્રિટેનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ
- ચાર લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત
- હાલ ચારેય દર્દીઓ SVP હોસ્પિટલમાં દાખલ
- 23 તારીખે 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા
- પુણે વાયરોલોજીના રિપોર્ટમાં ખુલાસો
- હજુ 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 734 કેસ નોંધાયા છે. જેની સામે 907 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4309 થયો છે. આજે રાજ્યમાં કુલ 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.32 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 152, અમદાવાદ જિલ્લામાં 6, સુરતમાં 108, સુરત જિલ્લામાં 14, વડોદરા શહેરમાં 96, વડોદરા જિલ્લામાં 28, રાજકોટ શહેરમાં 60, રાજકોટ જિલ્લામાં 27, ગાંધીનગર શહેરમાં 9, ગાંધીનગર જિલ્લામાં 12, કચ્છ, જૂનાગઢમાં 22-22, ભરૂચમાં 20, મહેસાણામાં 16, ખેડા, પંચમહાલ, સાબરકાંઠામાં 15-15, જામનગરમાં 12, બનાસકાંઠામાં 9 સહિત 734 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 9663 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9599 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,31,800 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.