*શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આહવા તાલુકા ની સદભાવ બેઠક યોજાય*
આહવા તા 03/01/2021 ના દિને શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આહવા તાલુકા ની સદભાવ બેઠક યોજાય જેમાં માર્ગદર્શન રાહુલભાઈ સિમ્પી આપ્યું હતું જેમાં આહવા તાલુકાના વિવિધ ગામો માંથી 97 જેટલા ભાઈઓ બહેનો રામ ભક્તો ઉપસ્થિત રહ્યા અને જે અગામી થનાર વિસ્તૃત બેઠક માટે યોજના બનાવામાં આવી જેમાં આહવા તાલુકાના દરેક ગામ માંથી મુખ્ય કાર્યકર્તા ઉપસ્થિત રહી ત હેતુ સર યોજના બનાવામાં આવી જે થનાર બેઠક તારીખ 10/01/2021 ના રોજ સમય સવારે 10 કલાકે ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે રાખવામાં આવેલ છે.આહવા તાલુકા નાં પ્રત્યેક ઘરમાં જઈ , રામ સાથે જોડીને દરેક ઘર માંથી ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી નાનું દાન થી લઇ મોટું દાન પણ મંદિર માટે સ્વીકારવા આહવાન કર્યું. હિંદુ સમાજ રામ કાર્ય માટે આગળ આવે , તે સમયની માંગ છે. નિધિ સામર્પણ અભિયાન માં વ્યક્તિ થી લઇ પરીવાર – પરિવાર થી લઇ ઘર , ગામ, તાલુકો , જીલ્લા સ્તર થી ઉપર બધા જ લોકો જોડાઈ નિધિ સંકલન નું ભાગીરથ કાર્ય કરે તે જરૂરી છે.