Tue. Mar 9th, 2021
             

*ડાંગ જિલ્લા ખાતે વિજયભાઈ રૂપાણી આવાગમન માટે તા્ડમાર તૈયારી*
ડાંગ જિલ્લા ખાતે મુખ્યમંત્રી શ્રી વિવિધ ખાતમુર્હત માટે આવનાર હોઈ તેમાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક ની સુવિધા તેઓ દ્વારા ઉપલબ્ધ કરાવનાર છે. તેનું ઉદ્ધઘાટન તેવો દ્વારા કરવામાં આવશે.
*”ખાસ કરીને વિજયભાઈ રૂપાણી આજ થઈ ત્રણ વર્ષ પહેલા આહવા હાર્દસમા, તળાવ ફરતે બ્યુટી ફિકેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં રહેલ જળકુંભિ અત્યારે આવનાર છે ત્યારે સાફસફાઈ ની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે લોકો દ્વારા માંગ ઉઠી રહી છે કે હજુ આપણા મુખ્યમંત્રી આ તળાવની મુલાકાત એક વાર લે અને હોળી મા બેસી અને આખા તળાવનુ નિરીષણ તેઓ દ્વારા કરવામાં આવે જેથી કરીને આટલા વર્ષો મા તળાવના બ્યુટી ફિકેશનનુ કામ કેટલું પૂર્ણ થયેલ છે ને તે જોવા મળશે જાણવા મળશે* કારણકે લોકો મુખે ચર્ચાય રહ્યું છે કે હજુ ઘણું કામ પૂર્ણ કરવાનું બાકી છે પણ સમજ પડતી નથી કે કામ પૂર્ણ થયેલ છે કે હજુ બાકી છે?
ત્યાં કામગીરી કયા પ્રકારની કરવાની છે.તેની રૂપરેખા નુ ચિત્ર કે વર્ણન કરવામાં આવેલ નથી ત્યાં કોઈ પણ પ્રકાર ના સૂચક બોર્ડનો ઉપયોગ કરવામાં આવેલ નથી તો કયા કારણો સર આવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવેલ નથી તે જોવાનું રહ્યું એવુ લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આ કામો ઉપર દેખરેખ રાખવા વાળા ની અસીમ કૃપા હોય એમ લાગી રહ્યું છે અહીંયા સ્થાનિક ચૂંટણી થઇ ત્યાર બાદ ગણપત વસાવા, અશોક ધોરાજીયા, પૂર્ણેશ મોદી આવી ગયા મીટીંગો કરી પરંતુ તેઓ દ્વારા પણ સૂચનો કરવામાં આવ્યા નથી કે આહવા નો વિકાસ ક્યાંથી કરવો કેવી રીતે કરવો? હવે મુખ્યમંત્રી શ્રી આવે છે તો લોકો મુખે ચર્ચાય રહ્યું છે કે હવે વિકાસ થશે આહવા નો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *