સુરત આજ રોજ અઠવા પોલીસ દ્વારા ચોક બજાર જનતા માર્કેટમાં ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. દુકાન નં.6માં ઇમરાન નામના ઇસમની દુકાન પર અઠવા પોલીસે ચેકીંગ હાથ ધરી મોટી સંખ્યામાં મોબાઇલો કબ્જે કર્યા હતા. ત્યાર બાદ મોબાઇલની ખરીદી વેચાણ અંગેની તમામ માહીતી ઇમરાન દ્વારા અઠવા પોલીસ મથકને સોંપી દેવાતા અઠવા પોલીસ મથકે ઇમરાનને મોબાઇલો સહીત રવાના કરી દેવામાં આવ્યો.
અઠવા પોલસી મથના એક અધિકારી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે કોઇ રેડ કરવામાં આવી ન હતી ફ્કત રુટીન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી જ્યારે દુકાનદારે પુરાવાઓ રજુ કરતા તેને મુક્ત કરાયો.