Mon. Mar 8th, 2021
             

જે પ્રમાણે 2021ને લઈને આગાહી કરવામાં આવે છે, તેમજ મોટી મોટી સંસ્થાઓ જે રીતે ભવિષ્યવાણી કરી રહ્યા છે એ જોઈને એવું લાગી રહ્યું છે કે હવે જીવવું કે શું કરવું. કૉરોનાથી હવે લોકોને ઘણી રાહત થઇ છે કારણ કે હાલમાં રસીની વાતો કરવામાં આવી રહી છે. એક તરફ દુનિયા આખી કોરોના મહામારીથી ભારોભાર પરેશાન છે. કોરોનાના મારણની વેક્સીન શોધવા વૈજ્ઞાનિકો (Scientist) રાતદિવસ એક કરી રહ્યાં છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી આપી છે. આ વખતે એવી ખતરનાક ચેતવણી આપી છે કે લોકો ફફડી ઊઠયા છે. તો આવો વિગતે વાત કરીએ આ ચેતવણી વિશે.

image source

WHOના જણાવ્યા પ્રમાણે જો વાત કરવામાં આવે તો કોરોનાની આ મહામારી સૌથી ભયાનક નથી. કારણ કે દુનિયા આનાથી પણ ઘાતક વાયરસની ઝપટ્માં આવી શકે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામ હેડ ડો. માઇક રાયને કહ્યું હતું કે, આ મહામારીએ દુનિયાને ઉંઘમાંથી જગાડવાનું કામ કર્યુ છે. કોરોના વાયરસે વિશ્વમાં 18 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. જો કે આ આંકડો છેલ્લો નથી. લોકોના મોત થવાનો સિલસિલો હજુ સુધી બંધ નથી થયો. આ પહેલા સ્પેનિશ ફ્લૂને ભીષણ વૈશ્વિક મહામારી માનવામાં આવે છે જેમાં એક વર્ષની અંદર પાંચ કરોડ લોકોના મોત થયા હતા. ડો. રાયને કહ્યું હતું કે, આ મહામારી ખુબ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ જરૂરી નથી કે આ જ સૌથી મોટી હોય.

image source

આગળ વાત કરતા ચેતવણી આપી હતી કે વર્તમાન સમય ઉંઘમાંથી જાગવાનો છે. અમે શીખી રહ્યાં છીએ કે કઈ રીતે વિજ્ઞાન, લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ અને પ્રશાસનમાં સારી કરી શકાય છે. કઈ રીતે સંચારને વધુ સમૃદ્ધ કરી શકાય છે પરંતુ આપણા ગ્રહ નબળા છે. આપણે એક જટીલ વૈશ્વિક સમાજમાં રહીએ છીએ અને ખતરા પણ યથાવત જ રહેશે. આપણે આ મહામારીમાંથી શીખવુ જોઈએ કે કઈ રીતે સાથે મળીને કામ કરવું. આપણે સારૂ કામ કરીને તેને સન્માન આપવું જોઈએ જેને આપણે ગુમાવી દીધા છે. પરંતુ રાયને કહ્યું હતું કે, વાયરસ આપણા જીવનનો ભાગ બની જશે.

image source

આગળ વાત કરી લે, આ એક ખતરનાક વાયરસ રહેશે પરંતુ તેનાથી ખતરો ઓછો થતો જશે. તે જોવુ રસપ્રદ રહેશે કે કોરોના વેક્સિનનો ઉપયોગ તેને કેટલા હદ સુધી ઘટાડી કરી શકે છે. ભલે વેક્સિન ખુબ અસરકારક હોય, તે વાતની ગેરંટી નથી કે સંપૂર્ણ રીતે વાયરસ કે તેનાથી થતી બીમારીઓનો ખાતમો કરી જ દેશે. તેથી પહેલા એવા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે જેને તેનો ખતરો વધુ છે. આ સિવાય વાત કરીએ તો નવેમ્બરની શરૂઆતમાં ડેનમાર્કએ પોતાના ત્યાંના તમામ ઉદબિલાવોને મારી નાંખવાનો આદેશ આપ્યો. દેશના ફર ફાર્મ્સમાં બ્રીડ કરાયેલ લગભગ 1.7 કરોડ ઉદબિલાવોને મોતને ઘાટ ઉતારી દીધા. આવું એટલા માટે કારણ કે ઉદબિલાવોમાં કોવિડ-19 વાયરસ મળ્યો હતો. ત્યારબાદ તેમાં કોરોના વાયરસનું મ્યુટેશન થયું. ડેનમાર્કના અધિકારીઓને ડર હતો કે જો મ્યુટેટેડ વાયરસ માણસોમાં ફેલાવવાનું શરૂ થશે તો પરિસ્થિતિ વણસશે.

image source

ઉલ્લેખનીય છે કે ઉદબિલાવો Mink એક રીતે માંસાહારી જીવ હોય છે જેને તેના ફર માટે બ્રીડ કરાય છે. ડેનમાર્ક તેનો સૌથી મોટો ઉત્પાદક છે અને ત્યાં જ ઉદબિલાવોમાં સૌથી વધુ કોવિડ કેસ સામે આવ્યા છે. ડેનમાર્કના ઉદબિલવોને મારવાની સાથે જ વાયરસનું આ સ્વરૂપ ખત્મ થયું નથી. વિગતે વાત કરીએ તો એપ્રિલમાં નેધરલેન્ડ્સ, જૂનમાં ડેનમાર્ક ત્યારબાદ સ્પેન, ઇટાલી, લિથુનીયા, સ્વીડન, ગ્રીસ, કેનેડા અને યુ.એસ.માં પણ ફેલાયો. ફાર્મવાળા ઉદબિલવોમાં કોરોના વાયરસ કમ સે કમ નવ દેશોમાં જોવા મળ્યો છે. અમેરિકામાં આનો પહેલો કેસ ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો. જંગલમાં વાયરસ ફેલાવાનો ભય પણ સાચો સાબિત થયો. 13 ડિસેમ્બરના રોજ અમેરિકાના ઉટામાં એક કોવિડ સંક્રમિત જંગલી ઉદબિલાવ જોવા મળ્યો.

image source

જો કે જોવા જેવી વાત એ પણ છે કે જંગલમાં વાયરસ કેટલો ફેલાયો છે તેની હજુ ભાળ મળી શકી નથી. પરંતુ જો આ તે વધુ ફેલાશે તો મુશ્કેલી આવે તે નિશ્ચિત છે. દર વખતે આપણે મહામારીને રસી અને લોકડાઉન્સથી કાબૂમાં લાવી શકીએ છીએ, તે જંગલથી ફરી ફેલાશે. એટલે કે વ્યક્તિઓમાં વારંવાર સંક્રમણના કેસ સામે આવવા લાગશે. મનુષ્ય અને ઉદબિલાવોની વચ્ચે જેટલી વખત વાયરસની આપ-લે થશે, એક ખતરનાક મ્યુટેશનની સંભાવના વધી જાય છે. નવા ‘યુકે સ્ટ્રેન’માં જોવા મળેલો ફેરફાર ઉદબિલાવમાં મળેલા વાયરસ વર્ઝનમાં પહેલાં જ દેખાઇ ચૂકયો હતો. આવા સંક્રમણની સંભાવના વધુ છે કે કારણ કે ઉદબિલાવોને શ્વસન તંત્રમાં ઇન્ફેકશનનો વધુ ખતરો રહે છે. જો કોઇ ફાર્મ વર્કરને કોવિડ હોય અને તે મોટા ફાર્મની પાસે ઉધરસ કે છીંક આવે તો આખા ફાર્મના ઉદબિલાવોમાં વાયરસ ફેલાવામાં સમય લાગતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *