ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી મેચ 7 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં રમાશે. આ મેચથી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાઇલિશ બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)થી બહાર થઈ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી આ વાતની જાણકારી આપી છે.
મળતી જાણકારી મુજબ, રાહુલના ડાબા હાથના કાંડામાં મચકોડ આવી ગઈ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શનિવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ. એવામાં હવે તે કેએલ રાહુલ ટેસ્ટ સીરીઝ માટે ઉપલબ્ધ નહીં હોય. તેમને સંપૂર્ણપણે સાજા થતાં અને પૂરી તાકાત મેળવવા માટે લગભગ ત્રણ સપ્તાહના સમયની આવશ્યક્તા હશે. હવે તે ભારત પરત ફરશે અને ત્યાંથી સીધો બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ખાતે પોતાની રિહેબિલિટેશન માટે જશે.