Wed. Mar 3rd, 2021
             

દેશમાં કોરોનાનું સંક્રમણ માંડ કંટ્રોલમાં આવ્યું છે ત્યાં હવે અચાનક બર્ડ ફ્લૂની અસરના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન ભારતમાં 4.84 લાખ 775 પક્ષીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા છે. 4 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એવામાં કેન્દ્ર સરકારે દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે. જે રાજ્યો સાથે સંપર્કમાં રહેશે. મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. અહીં 10 દિવસમાં 4 લાખ મરધીઓના મોત થઈ ચૂક્યા છે. હરિયાણાનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. જયારે ગુજરાતમાં 53 પક્ષીઓના મોત થયા છે, જોકે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી. દિલ્હી અલર્ટ પર છે.

ભારતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીના પગલે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં મોટા પ્રમાણમાં કાગડાઓના મોત થયા છે અને તેમાં આ વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. હાલ આ સંકટના પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં છે. ભારત સરકાર દ્વારા બર્ડ ફ્લૂને લઈને જે નિર્દેશ મોકલવામાં આવ્યા છે. તેને લઈને બેઠકમાં વિચારણા કરવામાં આવી. રાજ્યમાં હવે પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેના માટે ઝડપથી રાજ્ય સરકાર નિર્દેશ બહાર પાડશે.

ભારત સરકાર મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા દેશમાં આવી રહેલા આ મામલાઓ પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારોની સાથે મળીને મહત્વના પગલા ભરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે. તે મુજબ રાજસ્થાન(કૌવા)ના બારન, કોટા, ઝાલાવાડમાં, મધ્યપ્રદેશ(કૈવા)ના મંદસૌર, ઈન્દોર, માલવા, હિમાચલ પ્રદેશના કાંગડા, કેરળના કોટ્ટાયમ, અલ્લાપૂઝામાં સૌથી વધુ બર્ડ ફ્લૂની અસર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *