નવા વર્ષના પ્રારંભે જ કરપીણ હત્યાનો પ્રથમ બનાવ બનતા કાયદાના રક્ષકોમાં દોડધામ : દારૂના ધંધાર્થીઓની અંટશમાં બનાવને અંજામ અપાયાની ચર્ચા

             

ગાંધીધામ : કચ્છનાં આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેરમાં નવા વર્ષના પ્રારંભે હત્યાનો કરપીણ બનાવ બનતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઇ છે,જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના 9-બી વિસ્તાર ભારત નગરમાં આ બનાવ બન્યો હતો.તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં પણ દોડધામ મચી ગઇ છે એકાએક આવેલા અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિકે સનનાટો છવાઈ ગયો છે ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,હતભાગીના મૃતદેહને પીએમ રિપોર્ટ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ કરાઈ છે

પ્રાથમિક તબક્કે બહાર આવેલી માહિતી મુજબ સુદર્શન ચૌધરી નામના યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હતો,બનાવ અંગે સતાવાર ફરિયાદ નોંધાયા બાદ હત્યા પાછળનું કારણ અને આરોપીઓના નામ જાણવા મળશે જોકે સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ દારૂના ધંધાર્થીઓ વચ્ચે થયેલી અંટશમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હોવાની ચર્ચા છે અલબત આ મુદ્દે તપાસમાં હકીકતો સામે આવશે,હત્યાને અંજામ આપી હત્યારા નાસી છૂટયા હતા જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલિસે હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SCAM 2021: અમદાવાદમાં પકડાયું મસમોટું રૂ 2435.96 કરોડનું GST કૌભાંડ, સોની પરિવારે કરી કરોડોની હેરાફેરી

Thu Jan 7 , 2021
Post Views: 8               અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું છે. સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડ્યા હતા. જેમાં શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરવામાં આવી છે. ભરત સોનીએ સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો […]

Breaking News