આજરોજ ABVP ડાંગ જિલ્લો દ્વારા સરકારી છાત્રાલય ચાલુ કરવા માટે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું*
આહવા તારીખ 07/01/2021 આજરોજ ABVP ડાંગ જિલ્લો દ્વારા સરકારી છાત્રાલય ચાલુ કરવા માટે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું આગામી 15 તારીખ થી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ની વિવિધ પરીક્ષાઓ ચાલુ થાય છે આપણા જિલ્લામા આંતરિયાળ વિસ્તાર વિધાર્થીઓ ને કોરોના મહામારી રોજે રોજ અપડાઉન ના કરવા પડે અને અભ્યાસમા પૂરતો સમય આપી શકે તે હેતુ થી અખિલ ભારતીય વિધાર્થી પરિસદ જેમાં જિલ્લા સંયોજક હર્ષભાઈ પોટે અને પ્રદેશ કારોબારી સદસ્ય રોહિતભાઈ પટેલ એ વિનંતી કરી છે કે સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ કોવીડ-19 ના નિયમો મુજબ સરકારી છાત્રાલય ખોલવામાં આવે અને વિધાર્થી હિતમા યોગ્ય નિર્ણય લેવામાં આવે એ હેતુ થી ABVP ડાંગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

